Gujarat

બપાડા ગામ નજીકથી અવાવરૂ મકાનમાંથી દારૂનો જથ્થો ઝબ્બે

By GS TEAM
5 Jul 20251 min read
બપાડા ગામ નજીકથી અવાવરૂ મકાનમાંથી દારૂનો જથ્થો ઝબ્બે

- વિદેશી દારૂનો વેપલો કરનાર બે બુટલેગર ફરાર

- લોકલ ક્રાઈમ બ્રાંચે કુલ રૂા. 2.37 લાખનો દારૂ કબ્જે લીધો

ભાવનગર : તળાજાના બસ સ્ટેન્ડ નજીક બાપડા ગામ તરફ જવાના રસ્તે આવેલ અવાવરૂ મકાનમાંથી લોકલ ક્રાઈમબ્રાંચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર એલસીબીનો સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળેલ કે, શૈલેષ મગનભાઇ બારૈયા તથા ત્વીકભાઇ નટુભાઇ ભટ્ટ (રહે.બંને પીપરલા તા.તળાજા) બસ સ્ટેશન પાસે, બપાડા ગામે જવાના રસ્તે અવાવરૂ રહેણાંકી મકાને ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂની ૨૧૬ બોટલ કિંમત રૂ.૨,૩૭,૬૦૦ની મળી આવી હતી. જ્યારે દારૂ વેચનાર બન્ને શખ્સ ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે એલસીબીએ બંને ઇસમ વિરૂધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવી છે.