Get The App

હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો 1 - image

- કચ્છના ભચાઉનો ટ્રેલર ચાલક ઝડપાયો, બે શખ્સ સામે ગુનો

- સુખપર પાટિયા પાસે રૂ. 15.67 લાખનો દારૂ, ટ્રેલર સહિત રૂ. 59.79 લાખનો મુદામાલ જપ્ત

હળવદ : હળવદ-માળીયા હાઇવે રોડ પર સુખપર ગામના પાટિયા પાસેથી ચોખાની બોરીના આડમાં ટ્રેલરમાં છુપાવેલો રૂ.૧૫.૬૭ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. એલીસીબી પોલીસે દારૂ, ટ્રેલર મળી કુલ રૂ.૫૯.૭૯ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી બે શખ્સ સાથે ગુનો નોંધ્યો છે.

અમદાવાદ-માળિયા હાઇવે રોડ ઉપર ધાંગધ્રાથી હળવદ ચોખાની બોરીઓ ભરેલા ટ્રેલરમાં દારૂનો જથ્થો ભરેલો છે તેવી બાતમીના આધારે મોરીબી એલસીબી પોલીસે હળવદના સુખપર ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતાં તેને અટકાવની તપાસ કરતા ચોખાની બોરીઓની આડમાં છુપાવી લવાતો અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૧૧૦૪ બોટલ, બિયરના ૬૦૦ ટીન મળી (રૂ.૧૫,૬૭,૨૦૦) આવ્યા હતા. એલીસીબીએ દારૂ-બિયર, ટ્રેલર (કિ.રૂ.૨૦,૦૦,૦૦૦) તથા અન્ય મુદ્દામાલ મળી કિ.રૂ. ૫૯,૭૯,૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રેલર ડ્રાઇવર પ્રવિણ લાખાભાઇ પગીકોળી (ઉ.વ.૪૦, રહે.લાકડીયા પગીવાસ તા.ભચાઉ જી.કચ્છ)ને ઝડપી પાડયો હતો. જ્યારે તપાસ દરમિયાન સિધ્ધરાજસિંહ જાડેજા (રહે.લાકડીયા તા.ભચાઉ જી.કચ્છ)નું નામ ખુલ્યું હતું. એલીસીબીએ હળવદ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.