મંડોર-સાવરકુંડલા રૂટની
એસટી બસની ડિક્કીમાંથી દારૂની 45 બોટલ અને 24 બિટરના ટીન મળ્યા
એસટી બસમાં થતી દારૂની હેરફેરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરેલી એસટી ડિવિઝનના આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેક્ટર રાજેન્દ્રભાઈ હરીભાઈ હિંગુએ ઢસા પોલીસ મથકમાં સાવરકુંડલા એસટી ડેપોના કંડક્ટર જગદીશભાઈ મધુકાંતભાઈ ભરાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ અમરેલી ડિવિઝનની એસટી બસની ચેકિંગની કામગીરીમાં નિકળ્યા હતા ત્યારે આજે વહેલી સવારે અમરેલી ડિવિઝનની સાવરકુંડલા ડેપોની જીજે-૧૮-ઝેડટી-૭૩૦ નંબરની મંડોર સાવરકુંડલા રૂટની એસટી બસનું રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ઢસા ગામ પાસે ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન બસના કંડક્ટરે એસટી બસની ડિક્કીમાં અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ ૪૫ બોટલ અને બિયરના ૨૪ ટીન સહિત કુલ રૂ.૬૯,૫૮૮નો મુદ્દામાલ રાખ્યો હતો. આ અંગે ઢસા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


