મઢીમાંથી ગાંજો અને તેના છોડ મળી આવ્યા
બોટાદ એસઓજીએ કુલ રૂ.૧.૫૭ લાખના મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે બરવાળા-ધંધુકા રોડ પર મહાદેવ મઢી ભીમનાથ ગામ નીલકા નદીના પુલથી આશરે ૧૦૦ મીટર પોલારપુર ગામ તરફ ભીમનાથ ગામમાં આવેલી જગ્યામાં જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ ગાંજાના છોડનું વાવેતર કરી સુકા ગાંજાની પડીકીનું વેચાણ કરતો હોવાની ડીસીઆઈ વીઆઈપી સિક્યુરિટિ ઈન્ટે. ગાંધીનગરના પત્ર આધારે બોટાદ એસઓજીએ ગત મોડી રાત્રે તપાસ કરતા જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ મુળ નામ અનિલ ભોરૂભાઈ મિશ્રા (હાલ રહે.ભીમનાથ ગામ, મુળ રહે.ગણોલ, તા.ધોળકા)ને મઢીમાં ૩.૬૦ કિ.ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો અને ૧૦ નંગ લીલા છોડ મળી કુલ રૂ.૧,૫૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ મામલે બોટાદ એસઓજીના એએસઆઈ જયેશભાઈ ગભરૂભાઈ ધાધલે બરવાળા પોલીસ મથકમાં જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ મુળ નામ અનિલ ભોરૂભાઈ મિશ્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બરવાળા પોલીસે એનડીપીએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંજા સાથે ઝડપાયેલો શખ્સે આશરે ૬ માસ પૂર્વે ગાંજાના છોડવા વાવ્યા હોવાનું તથા નાના છોડવા ૧૫ દિવસ પૂર્વે વાવ્યા હોવાની કબૂલાત આપી હતી.


