Gujarat

શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

By GS TEAM
16 Jun 20251 min read
શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- દારૂનો વેપલો કરતો શખ્સ ફરાર

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની બોટલ રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : શહેરના શિવાજી સર્કલ, સ્વેતા ગેસ એજન્સી બાજુમાં, મ્યુનિસીપાલ્ટી શોપીંગ સેન્ટરની પાછળના ભાગેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે દારૂનો વેપલો કરતો શખ્સ ફરાર થઈ ગયો હતો.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયા બાતમી મળી હતી કે,અર્જુન રણજીતભાઈ મકવાણા (રહે. ઘોઘારોડ, ૧૪૧૪નાળા, મફતનગર, ભાવનગર ) શિવાજી સર્કલ, સ્વેતા ગેસ એજન્સી બાજુમાં, મ્યુનિસીપાલ્ટી શોપીંગ સેન્ટરની પાછળના ભાગે જાહેરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે. જે હકિકતના આધારે સ્ટાફે  દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂની ૨૦૪ બોટલ રૂ.૫૦,૧૬૦ નો મુદામાલ મળી આવતા પોલીસે કબ્જે લીધો હતો.જ્યારે અર્જુન ફરાર થવામાં સફળ રહ્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેના વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.