Gujarat

અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર

By GS TEAM
30 May 20261 min read
અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર

પીકઅપ વાહનમાં ચોરખાનું બનાવી દારૃ છૂપાવ્યો હતો

બોરતળાવ પોલીસે દારૃની ૪૩૨ બોટલ કબ્જો લઈ ગુનો નોંધ્યો

ભાવનગરશહેરના અક્ષરપાર્ક વિસ્તારમાંથી બોરતળાવ પોલીસે પીકઅપ વાહનમાં છૂપાવેલો વિદેશી દારૃનો જથ્થો બાતમીના આધારે ઝડપી લઈ બોરતળાવ પોલીસ મથકમાં એક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના અક્ષરપાર્ક રાણી લક્ષ્મીબાઈ સ્કુલની પાછળની ૪૦ ફુટ રોડ પર સાંઈનાથ પાનના ગલ્લા સામે મુકેશ ઉર્ફે જોન્ટી ઉધમશીભાઈ મહેરા (રહે.અક્ષરપાર્ક)એ તેની ટેક્સી પાસિંગના જીજે-૦૪-એડબલ્યુ-૬૨૭૨ નંબરના બોલેરો પીકઅપ વાહનની પાછળની બોડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૃ છૂપાવ્યો હોવાની બાતમીના આધારે બોરતળાવ પોલીસે તપાસ કરતા પીકઅપ વાહન મળી આવ્યું હતું. જેની પાછળની બોડીના પડખામાં રિવેટ મારેલું લોખંડનું પતરું મજબૂતાઈથી ફીટ કરેલું હોવાથી પીકઅપ વાહનને ગઢેચી પોલીસ ચોકી લાવી પતરા તોડીને જોતાં તેમાં છૂપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૃની ૪૩૨ બોટલ કિંમત રૃ.૬૦૯૧૨ મળી આવતા પોલીસે મુકેશ ઉર્ફે જોન્ટી ઉધમશીભાઈ મહેરા સામે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.