Gujarat

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

By GS TEAM
30 Nov 20251 min read
TukuTouch Logo
અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે પર વોરા-ગામડી રોડ નજીક આર.સી. ફાર્મહાઉસની સામે બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે પર વોરા-ગામડી રોડ નજીક આર.સી. ફાર્મહાઉસની સામે બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. 

એલ.સી.બી. ઝોન-3ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે ગઈકાલે સાંજે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ઝાડી ઝાંખરા વચ્ચે છુપાવવામાં આવેલા દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે તેમાંથી વિવિધ બ્રાન્ડની નાની મોટી કુલ 344 બોટલો કબજે કરી હતી, કબજે કરાયેલા આ દારૂની કુલ કિંમત રૂ. 1,43,110 જેટલી થાય છે. કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આ જથ્થો કોણે મૂક્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.