Get The App

દીવા નીચે અંધારુ, અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
Liquor Found In Police House


Liquor Found In Police House In Aravalli: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ઠેરઠેર દારૂનું વેચાણ થતું હોવાના રોજે રોજ કિસ્સા સામે આવે છે. પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ જરોડા પાડી બુટલેગરને પકડતી હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં દીવા તળે અંધારુ જેવી સ્થિતિ જોવા મળી, જ્યાં પોલીસના ઘરમાંથી જ જાણે બુટલેગરનું ઘર હોય તે પ્રકારનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. દરોડાની ખબર પડતા જ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો. 

પોલીસ કોન્સ્ટેબલ ફરાર

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના ધનસુરાના રહીયોગ ગામમાં બાતમીના આધારે LCBની ટીમે પોલીસ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCBની ટીમે દ્વારા તપાસ કરતા ઘરના રસોડામાંથી 2,138 બોટલ સાથે 22 પેટી દારૂ મળી આવી હતી. પોલીસકર્મીના બદલે  જાણે બુટલેગર બનેલા કોન્સ્ટેબલ વિજય પરમારને પકડવા માટે LCBની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો: ભુજમાં 17 વર્ષીય કિશોરે ગેમ હારી જતાં કર્યો આપઘાત

પહેલા પણ દારૂના કેસમાં ઝડપાયો હતો કોન્સ્ટેબલ

ઉલ્લેખનીય  છે કે, પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારને દરોડાની જાણ થતા જ તે ફરાર થઇ ગયો હતો. આ પહેલા પણ પોલીસકર્મી વિજય પરમાર દારૂના કેસમાં ઝડપાઇ ચૂક્યો છે. આ પોલીસ કોન્સ્ટેબલ પોરબંદરથી પોતાની ફરજ પરથી અરવલ્લી આવ્યો હતો.

દીવા નીચે અંધારુ, અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો 2 - image

Tags :