Gujarat
આડોડિયાવાસ વિસ્તારના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝબ્બે
By GS TEAM
24 Jun 20251 min read

- દારૂનો વેપલો કરતો શખ્સ ફરાર
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂા. 77 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : શહેરના આનંદનગર રોડ,આડોડિયાવાસ વિસ્તારના રહેણાંકના મકાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.જ્યારે બુટલેગર ફરાર થવામાં સફળ રહ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ભાવનગર, એલસીબીનો સ્ટાફનાં ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, પ્રદિપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ (રહે.આનંદનગર રોડ,આડોડિયાવાસ, ભાવનગર ) તેના રહેણાંક મકાને ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે. જે બાતમી આધારે પ્રદિપ ઉર્ફે પપ્પુના મકાન પર દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂની ૨૧૦ રૂ.૭૭,૬૫૮ મળી આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે લીધો હતો.જ્યારે પ્રદિપ ઉર્ફે પપ્પુ ફરાર થઈ ગયો હતો.એલસીબીએ તેના વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.









