Get The App

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ 1 - image


Panchmahal News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મોરવાહડફ તાલુકાના સાગવાડા ગામેથી લાયસન્સ વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલો રૂપિયા 4.37 લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો પંચમહાલ SOGએ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ 2 - image
આરોપી ગણપત રાવત

દિવાળીના તહેવારની હવે થોડા દિવસની વાર છે, ત્યારે પંચમહાલના મોરવાહડફમાં ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનાર સાગવાડા ગામે આવેલા ઉમરદેવી ફળીયામાં રહેતા ગણપત રૂપાભાઈ રાવત નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના રહેણાંકના મકાનમાં કોઈપણ પ્રકારના પરવાના કે લાયસન્સ વગર ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરીને વેચાણ કરતો હોવાની પંચમહાલ SOGને બાતમી મળી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ફ્રી પિત્ઝા માટે પડાપડી, લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ ટો કરી ગઈ

આ પછી પોલીસે આોપીના મકાનમાં તપાસ હાથ ધરતા ઓસરીમાંથી ફાયર સેફ્ટીના સાધનો કે વોટર સ્પ્રીનકલની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર જોખમી રીતે લાયસન્સ વગર સુતળી બૉમ્બના બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 4,37,400ની કિંમતનો 3645 નંગ સુતળી બૉમ્બના બોક્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :