Get The App

દલા તરવાડી જેવી દરખાસ્ત , બાંધકામ તોડવા,દબાણ દુર કરવા કોન્ટ્રાકટરને ચાર કરોડ ચૂકવાશે

કોન્ટ્રાકટરના લાભાર્થે સ્ટેન્ડિંગ કમિટી ત્રણ વર્ષ માટે વાર્ષિક કોન્ટ્રાકટ આપશે

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
દલા તરવાડી જેવી દરખાસ્ત , બાંધકામ તોડવા,દબાણ દુર કરવા કોન્ટ્રાકટરને   ચાર કરોડ ચૂકવાશે 1 - image

     

  અમદાવાદ,ગુરુવાર,15 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે બાંધકામ તોડવા ઉપરાંત હોર્ડિંગ્સ,બેનરો દુર કરવા કોન્ટ્રાકટર જયશ્રી ચામુંડા સ્ક્રેપને ત્રણ વર્ષ માટે ચાર કરોડ ચૂકવી કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. કોન્ટ્રાકટરને તો આ કામગીરી મળ્યા પછી ભંગાર કે કાટમાળમાંથી  આવક થવાની છે. આમ છતાં દલા તરવાડીની જેમ રીંગણા લે દસ-બાર યથાર્થ સાબિત કરાશે.

કોર્પોરેશન દ્વારા શહેરના તમામ સાત ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાથી લઈ ગેરકાયદેસર હોર્ડિંગ્સ દુર કરવા માટે વાર્ષિક કોન્ટ્રાકટથી જ કામગીરી અપાતી હોય છે. પરંતુ ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી ત્રણ વર્ષ માટે વાર્ષિક કોન્ટ્રાકટનુ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકયુ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થલતેજ, બોડકદેવ, ઘાટલોડીયા સહિતના સમૃધ્ધ વિસ્તાર આવેલા છે. આ વિસ્તારોમાં કોન્ટ્રાકટર જાહેરખબરના ગેરકાયદેસર બોર્ડ,હોર્ડિંગ્સ દુર કરે કે ગેરકાયદેસર બાંધકામ કે તેનો ભાગ.કોર્પોરેશન કોન્ટ્રાકટર પાસે કાટમાળ તો પાછો માંગવાનુ નથી. આ પરિસ્થિતિમા ખરેખર તો કોર્પોરેશને કોન્ટ્રાકટર પાસે રેવન્યુ શેરીંગ માંગવુ જોઈએ.એના બદલે ત્રણ વર્ષમા ચાર કરોડ કોન્ટ્રાકટરને ચૂકવાશે.

એલ.જી.હોસ્પિટલના  જર્જરીત બિલ્ડિંગને ઉતારવા કોન્ટ્રાકટરને ૪૫ લાખ ચૂકવાશે

એલ.જી.હોસ્પિટલના કેમ્પસમા આવેલા બી બ્લોકના જર્જરીત બિલ્ડિંગને સંપૂર્ણપણે ડિમોલીશ કરી સ્થળ ઉપરથી તમામ  માલસામાન કાટમાળ સાથે લઈ જવા અને જગ્યા સમથળ કરવા  એ.એમ.સી.મેટ દ્વારા ટેન્ડર કરાયુ છે.જેમા કામગીરી કરવા માંગતા કોન્ટ્રાકટર માટે રુપિયા ૪૫.૮૮ લાખ અપસેટ વેલ્યુ રાખવામા આવી છે.