Gujarat

રવિવારે પરશુરામ જન્મોત્સવ પર્વે શોભાયાત્રા નિકળશે

By GS TEAM
18 Apr 20261 min read
રવિવારે પરશુરામ જન્મોત્સવ પર્વે શોભાયાત્રા નિકળશે

સદગુરૃ આશ્રમથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે

વિવિધ આકર્ષણો સાથે ૨૫૦ થી વધુ બ્રહ્મ યુવાનો પારંપારિક ડ્રેસકોડમાં ડીજેના તાલે જોડાશે 

ભાવનગર -  સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમીતે પાલિવાલ બ્રહ્મસમાજ યુવા સેના અને સમસ્ત બ્રહ્મસમાજના ઉપક્રમે તા.૧૯ એપ્રિલને રવિવારે શહેરમાં શિસ્ત અને સંસ્કારના સંગમ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં ૨૫૦૦ થી વધુ બ્રહ્મ યુવાનો પારંપારિક ડ્રેસકોડમાં ડીજેના તાલે જોડાશે.

આ મહોત્સવનો પ્રારંભ રવિવારે સવારે ૮ કલાકે સદગુરૃ આશ્રમથી મંત્રોચ્ચાર સાથે સંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાશે. આ શોભાયાત્રા શહેરના નિર્ધારીત માર્ગો પર ભ્રમણ કરી બપોરે ૧૨-૩૦  કલાકે અધેવાડાના શિવકુંજ આશ્રમમાં વિરામ લેશે. ત્યાં ધર્મસભા યોજાશે.બાદ ભકતો માટે મહાપ્રસાદ રાખેલ છે. આ શોભાયાત્રામાં સંતનો રથ અગ્રેસર રહેશે. આ સાથે નવદુર્ગાઓના સ્વરૃપે બાળાઓ અને શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાલતો યજ્ઞા અને વિશાળ ફરસી સાથેનો રથ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. યાત્રાનુું ઠેર-ઠેેર રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા અને પાણીના સ્ટોલ ઉભા કરી સ્વાગત કરાશે.