વિરમગામમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પર શોભાયાત્રા નીકળશે

વિરમગામ -
સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની સમસ્ત વિરમગામ
લોહાણા પરિવાર દ્વારા શહેરના માંડલ રોડ ઉપર આવેલા જલારામ મંદિરે બુધવારે ઉજવણી કરવામાં
આવશે. સવારે ૭ઃ૩૦ કલાકે ઝોળી ધોકાનું પૂજન, ૮ઃ૧૫ કલાકે મંદિર
ઉપર ધ્વજા રોહણ, બપોરના ૧૨ઃ૩૯ વિજય મુહતે બહુચરાજી રોડ પર આવેલા
આઈકોનિક સિટી પિયુષ મોહનભાઈ ઠક્કરના નિવાસ્થાનેથી શોભા યાત્રા પ્રસ્થાન થશે. જેમાં
રામ મહેલ મંદિરના મહંત, કમીજલા રવિ ભાણ સાહેબની જગ્યાના મહંત,
સોકલી ગુરુકુળના મહંત જોડાશે શોભા યાત્રા વિરમગામ શહેરના રાજમાર્ગ ઉપર
ફરી સાંજના જલારામ મંદિરે પરત આવશે બાદમાં મહા આરતી કરી સમૂહ ભોજન પ્રસાદ લોહાણા મહાજન
વાડી ખાતે રાખવામાં આવેલ છે.

