Gujarat

વિરમગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

By GS TEAM
27 Mar 20261 min read
વિરમગામમાં રામનવમી નિમિત્તે  શોભાયાત્રા નીકળી

વિરમગામઃ વિરમગામના કુંભારવાસ સ્થિત રામજી મંદિરેથી રામનવમીના પવિત્ર પર્વે ૧૧મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શણગારેલી ઊંટગાડીઓ, ટ્રેક્ટર અને ઢોલ-નગારાના તાલે નીકળેલી આ યાત્રાનું રાજમાર્ગો પર પુષ્પવૃષ્ટિ અને સેવા કેમ્પો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. સવારે ૧૦ વાગ્યે શરૃ થયેલી શોભાયાત્રા બપોરે ૪ વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં નિજ મંદિરે પરત ફરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો ભક્તો 'જય શ્રી રામ'ના નાદ સાથે આ ઉત્સવમાં જોડાયા હતા.