Gujarat
સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી
By GS TEAM
27 Mar 20261 min read

સુરેન્દ્રનગરઃ
વિશ્વ હિન્દુ પરિષદ અને દેવ સેવા ટ્રસ્ટ-જોરાવનગર દ્વારા સુરેન્દ્રનગરમાં રામ જન્મોત્સવની
ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. સાધુ-સંતો અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોની
ઉપસ્થિતિમાં નીકળેલી શોભાયાત્રા જોરાવનગર અને રતનપર વિસ્તારમાં ફરી હતી. રાત્રે યોજાયેલા
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૪૫ કલાકારોએ ભવ્ય પ્રસ્તુતિ આપી હતી. સમગ્ર પંથક 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠયો હતો અને હજારો રામભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી
હતી.








