જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈકાલે મોડી રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ પાણીના બે ટેન્કર વડે આગને બુઝાવી હતી.
બસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ દોમડીયા કે જેઓએ પોતાની ફેક્ટરીમાં કામ કરતા કામદારોને લેવા-મુકવા માટેની બસ રાત્રિના પાર્ક કરીને રાખી હતી, જેમાં અકસ્માતે કોઈપણ રીતે આગ લાગી ગઈ હોવાથી પોલીસને જાણ કરી છે. જેઓએ કોઈ વ્યક્તિ દ્વારા બસને આગ લગાવી દેવાની શંકા પણ વ્યક્ત કરી છે. જે મામલે સીટી સી.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


