વેડરોડ પર નાની બહુચરાજી મંદિર પરિસરમાં જ પૂજારીનો આપઘાત


- મૂળ નેપાળના શંભુ મહારાજે પત્નીના વાલ્વના ઓપરેશનના ટેન્શનમાં આ પગલુ ભર્યાની શક્યતા

 સુરત :

વેડ રોડમાં નાની બહુચરાજી મંદિરના પરિસરમાં આજે સવારે મહારાજેે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. જોકે તેમની પત્ની વતન નેપાળમાં બિમાર હોવાથી ટેન્શનમાં આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વેડ રોડ પર પ્રાણનાથ હોસ્પિટલ પાસે નાની બહુચરાજી મંદિરના પરિસરમાં આવેલા રૃમમાં રહેતા અને મંદિરમાં પુજા પાઠ કરતા ૪૨ વર્ષીય શંભુ પદમનાથ શર્મા આજે શુક્રવારે સવારે મંદિરમાં આરતીના સમયે હાજર ન હતા. તેથી ત્યાં આવલા ભક્તોએ કહ્યુ મહારાજ નથી આવ્યા. તેથી કેટલાક ભક્ત તેના રૃમમાં જોવા ગયા હતા. ત્યારે તેમના રૃમનો દરવાજો બંધ હતો. જેથી રૃમની બીજી સાઇડેથી ભક્તઓ કાચ માંથી  જોયુ. ત્યારે મહારાજ  રૃમમાં એંગલ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇને ચોકી ઉઠયા હતા. આ વાત વાયુવેગ ફેલાતા ત્યાં મોટી સંખ્યામાં ભક્તો હાજર થઇ ગયા હતા. જયારે આ અંગે પોલીસને જાણ થતા તરત ત્યાં ધસી જઇને કાર્યવાહી કરીને મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે કહ્યુ કે શંભુ મહારાજ મુળ નેપાળના વતની હતા. તેઓ ૨૦થી૨૫ વર્ષથી મંદિરમાં પુજા પાઠ કરીને સેવા આપતા હતા. જયારે વતનીમાં રહેતા તેમના પત્નીને વાલ્વની બિમાર હોવાથી ઓપરેશન કરવાનું હતુ.તેને ટેન્શનમાં રહેતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે પણ હકીકત તેમના પરિવારજનો આવ્યા બાદ અને પોલીસ તપાસ દરમિયાન જાણવા મળશે. આ અંગે ચોકબજાર પોલીસે તપાસ આદરી છે.

City News

Sports

RECENT NEWS