Gujarat

દિલ્હી દરવાજા નજીક મહિલાનું પ્રેમ દરવાજા પાસે યુવકનું મોત

By GS TEAM
29 Jun 20252 mins read
દિલ્હી દરવાજા નજીક મહિલાનું પ્રેમ દરવાજા પાસે યુવકનું મોત

અમદાવાદ, રવિવાર

ટ્રાફિકથી ધમધમતા દિલ્હી દરવાજા અને પ્રેમ દરવાજા પાસે અક્સમાત થયો હતો. જેમાં મહિલા અને યુવકનું મોત થયું હતું. ખાસ કરીને પગપાળા જઇ રહેલી મહિલાને કાર ચાલકે દિલ્હી દરવાજા પાસે ટક્કર મારી હતી, જ્યારે પ્રેમદરવાજા પાસે રોડ ક્રોસ કરતા યુવકને બાઇક ચાલકે ટક્કર મારી હતી. બન્નેના સારવાર દરમિયાન મોત થયા હતા. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.

કારની ટક્કરથી મહિલા અને બાઇકની ટક્કરથી યુવક મોતને ભેટયો ઃ કાર ચાલકની ધરપકડ

દરિયાપુરમાં રહેતી 25 વર્ષની યુવતીએ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની માતા માધુપુરા એએમસી ઓફિસમાં સફાઇ કર્મચારી તરીકે નોકરી કરતા હતા. તા.૨૮ના રોજ સવારે ૬ વાગે દિલ્હી દરવાજા પાસે બીઆરટીએસ કોરિડોર ક્રોસ કરીને આનંદભુવન સામે જતા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે ટકકર મારતા તેમને માથા સહિત શરીરના ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે કારના નંબરના આધારે નિકોલમાં રહેતા શંશાક રાઇને ઝડપી પાડયો હતો. 

બીજા બનાવમાં ઇદગાહ રોડ ઉપરની ચાલીમાં રહેતા યુવક તા. ૨૮ના રોજ સવારે યુવક ચાલતા ચાલતા પ્રેમદરવાજા પાસેથી પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે યુવકન ટક્કર મારી હતી જેના કારણે યુવકને માથા, કમર બન્ને હાથે તથા પગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બન્ને બનાવ અંગે ટ્રાફિક એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.