કોમર્શિયલ હેતુ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ન ગણાય
લોન ખાતુ બંધ કરાતા બેંકે વસુલેલા ક્લોઝર ચાર્જિસની રકમ પરત મેળવવા ત્રણ પેઢીએ કરેલી ફરિયાદ ગ્રાહક કોર્ટે રદ કરી
સુરત
લોન ખાતુ બંધ કરાતા બેંકે વસુલેલા ક્લોઝર ચાર્જિસની રકમ પરત મેળવવા ત્રણ પેઢીએ કરેલી ફરિયાદ ગ્રાહક કોર્ટે રદ કરી
લોન નિર્ધારિત સમય પહેલાં પુરી થાય તે પહેલાં લોન ખાતું બંધ કરતી વખતે બેક ઓફ બરોડાએ વસુલ કરેલી ક્લોઝર ચાર્જીસની રકમ પરત મેળવવા ગ્રાહક કોર્ટમાં કરેલી માંગ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ કે.જે.દસોંદી તથા સભ્ય પુર્વીબેન જોશીએ નકારી કાઢી છે. કોર્ટે જણાવ્યું કે, કમર્શિયલ હેતુ માટે સેવા મેળવનારને ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકની વ્યાખ્યામાં સમાવી શકાય નહીં.
મેસર્સ ફીયોના ફેબ્રિક્સના ફરિયાદી સંચાલક કે.જે.કાત્રોડીયાએ પોતાની ત્રણ પેઢીઓ માટે બેંક ઓફ બરોડા પાસેથી રૃ78 લાખની લોન તથા રૃ.22 લાખની કેશક્રેડીટ મેળવી હતી.પરંતુ લોન નિર્ધારિત પુરી થાય તે પહેલાં લોનખાતું બંધ કરાવતાં બેંક દ્વારા ફોર ક્લોઝર ચાર્જીસ પેટે ત્રણ પેઢીઓ પાસેથી રૃ.3.15 લાખ, રૃ.3.03 લાખ તથા 3.10 લાખ વસુલ કર્યા હતા. ક્લોઝર ચાર્જ વસુલવાનો બેંકને અધિકાર નથી તે દલીલ સાથે ગ્રાહત કોર્ટમાં વળતર માટે ધા નંખાઇ હતી.
સુનાવણીમાં બેંક તરફે વકીલ ઈશાન શ્રેયશભાઈ દેસાઈ તથા પ્રાચી દેસાઈએ એવી જણાવ્યું કે, ત્રણેય ફરિયાદી પેઢીઓએ ધંધાકીય હેતુ માટે 78 લાખની લોન તથા 22 લાખની કેશક્રેડીટ મેળવી હતી. જે સંજોગોમાં ફરિયાદી ગ્રાહક સુરક્ષા ધારાના ગ્રાહકની વ્યાખ્યામાં આવતા નથી. હાલની ફરિયાદ સાંભળવાની હકુમત ગ્રાહક કોર્ટને નથી. લોન સેંકશન કરતી વખતે પણ નિર્ધારિત મુદત પહેલાં લોન બંધ કરાવે તો પ્રિ-પેમેન્ટ ચાજીસ ચુકવવાની સ્પષ્ટ શરત હતી. જેથી સેકશન લેટરના દરેક પાના પર ફરિયાદીની સહી સિક્કા હોઈ ફરિયાદીને પહેલેથી જ શરતની જાણ હતી. ગ્રાહક કોર્ટે, ફરિયાદીએ કમર્શિયલ હેતુ માટે બેંકની સેવા મેળવી હોઈ ગ્રાહકની વ્યાખ્યામાં આવતાં ન હોવાનું તારણ આપી બેંક વિરુધ્ધની ત્રણેય ફરિયાદો રદ કરવા હુકમ કર્યો છે.