કલોલના સાંતેજમાં સરકારી અનાજ યાર્ડમાં વેચવા લઇ જવાતું ઝડપાયું
ઘઉં અને ચોખાની ૭૬ બોરીઓ જપ્ત કરવામાં આવી
અમદાવાદના ચાંદલોડિયામાંથી સરકારી અનાજ સાણંદના માર્કેટ યાર્ડમાં વેચવા માટે જઇ રહ્યું હતું
કલોલ : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાંથી એક પીકઅપ ડાલુ સરકારી અનાજ ભરીને નીકળ્યું હતું અને તે સાણંદ ગામે આવેલ માર્કેટ યાર્ડમાં વેચવા જતું હતું ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીએ પીકઅપ ડાલું ઝડપી લીધું હતું અને અંદરથી સરકારી અનાજની ૭૬ બોરીઓ જપ્ત કરવામાં આવી હતી પોલીસે પીકઅપ ડાલાના ચાલક ની ધરપકડ કરી હતી અને ગોડાઉનના સંચાલકો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલના સાતેજ પાસેથી સરકારી અનાજ ભરેલું પીકઅપ ડાલું
ઝડપાયું હતું અન્ન અને નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીને માહિતી મળી હતી કે
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને કાળા બજારમાં વેચવા
જવા માટે એક પિકઅપ ડાલુ નીકળ્યું છે પીક અપ ડાલુ
નંબર જીજે૦૧કેટી૮૭૨૮ સાંતેજ પાસેથી પસાર થશે તે માહિતીના આધારે વોચ
ગોઠવવામાં આવી હતી અને વાતની મુજબનું પીકઅપ ડાલુ આવી ચડતા તેની તલાસી લેવામાં આવતા
અંદરથી ઘઉં અને ચોખાના ૭૬ કટ્ટા મળી આવ્યા હતા કુલ ૮૭,૭૫૦નું સરકારી
અનાજ ભરેલું મળી આવ્યું હતું જે જપ્ત કરવામાં આવ્યું હતું અને પીકપ ડાલા ના ચાલક
અરુણકુમાર મનોહર લાલ મિશ્રા રહે પવનસુત સોસાયટી ત્રાગડ અમદાવાદની ધરપકડ કરવામાં
આવી હતી અને અનાજ અંગે તેની પૂછતાછાત કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે
અમદાવાદમાં રહેતા તેના શેઠ રાજકુમાર પૂર્વે શની સાલિક રામ ગુપ્તા અને સચિન
શાલીકરામ ગુપ્તા તેને સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ભરી આપ્યો હતો અને તે
સાણંદમાં આવેલ માર્કેટયાર્ડમાં શક્તિ કૃપા ટ્રેડિંગ નામની પેઢીમાં વેચાણ કરવા જતો
હતો તે કબુલાત મુજબ પોલીસે તેના બંને શેઠ સામે પણ ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.