Gujarat
કલોલના બિલેશ્વર પૂરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત
By GS TEAM
16 Feb 20261 min read

અકસ્માત સર્જીને વાહન ચાલક ભાગી છૂટયો
કલોલ : કલોલના બિલેશ્વરપુરા હાઇવે ઉપર પૂર પટ ઝડપે નીકળેલા એક વાહન ચાલકે અહીંથી પસાર થઈ રહેલા યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેનું મોત થયું હતું બનાવ? અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
બિલેશ્વરપુરા હાઇવે
ઉપર આવેલા હેવી મેટલ કંપનીમાં કામ કરતો
કામદાર ભોલો જમી ને હાઇવે ઉપર પડીકી ખાવા માટે આવ્યો હતો અને હોટલ પાસેથી પડીકી
લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર
મારી હતી આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં
તેનો ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું અકસ્માત અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક
સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.








