Gujarat

મોડીરાત્રે શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરને ધમકાવી લૂંટી લીધો

By GS TEAM
23 Jan 20261 min read
મોડીરાત્રે શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરને ધમકાવી લૂંટી લીધો

વડોદરા,શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરને ધમકાવી લૂંટ કરનાર મહિલા, રિક્ષા ડ્રાઇવર સહિત  ત્રણ આરોપીઓને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયા છે.

મકરપુરા જી.આઇ.ડી.સી. પર આવેલી  કંપનીમાં નોકરી કરતા મૂળ ઓડીશાના તેજા મેટાનુભાઇ માજી  કંપનીમાં જ રહે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૦ મી તારીખે ભાવનગરથી રાત્રે ૧૧ વાગ્યે વડોદરા પરત આવ્યો હતો. જૂના સિટિ બસ સ્ટેન્ડ નજીકથી એક રિક્ષામાં ૪૦ રૃપિયા ભાડુ નક્કી કરીને બેઠો હતો. રિક્ષા ચાલકે રસ્તામાં એક મહિલા સહિત બે મુસાફરોને બેસાડયા હતા. તેઓએ મને ધમકાવી રોકડા અઢીસો તથા મારી બેગ લઇ લીધી હતી. જેમાં રોકડા ૧૫ હજાર રૃપિયા, ત્રણ ડેબિટ કાર્ડ પણ હતા. કુલ ૧૬,૦૫૦ રૃપિયાની મતાની લૂંટ કરીને ભાગી  ગયેલા આરોપીઓ અંગે  સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી (૧) રાહુલ પ્રવિણસિંહ રાઠોડ(રહે. અંબિકાનગર, દીવાળીપુરા) (૨) ગૌતમ હીરાભાઇ  પરમાર (રહે. ગિરધરનગર, ગોત્રી રોડ) તથા કવિતા વીમલેશભાઇ કાળે (રહે. જામવાડી, સયાજીગંજ) ને ઝડપી પાડી રિક્ષા બે મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ રૃપિયા ૭૮,૯૭૦ નો  મુદ્દામાલ કબજે કર્યો હતો.