Get The App

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં જુનાગઢથી બે બાળ સિંહની જોડી લવાશે

Updated: Nov 13th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં જુનાગઢથી બે બાળ સિંહની જોડી લવાશે 1 - image


વડોદરા, તા. 13 નવેમ્બર 2021 શનિવાર

વડોદરા ના સયાજીબાગ ખાતે પ્રાણી સંગ્રહાલય નવું બનાવવામાં આવી રહ્યું છે ક્યારે પર્યટકો ને આકર્ષવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન મુજબ કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન વધુ બે સિંહ ના બચ્ચા સયાજી બાગ માં લાવવામાં આવનાર છે.

વડોદરા ના સયાજી બાગ પ્રાણીસંગ્રહાલય નું કામ ચાલી રહ્યું છે જેમાં ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ગાઈડ લાઈન પ્રમાણે પ્રાણીઓ અને પક્ષીઓ રહી શકે તે પ્રમાણેના પિંજરા બનાવવામાં આવી રહ્યા છે.

સયાજી બાગમાં અનેક વૃક્ષો હતા તે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે કાપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ એ વખતના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ અને ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકર એ વૃક્ષો બચાવીને પર્યાવરણ ને ધ્યાન માં રાખીનવા પ્રાણી સંગ્રહાલયની ડિઝાઇન બનાવી હતી.

હાલમાં પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર નું આયોજન થઈ રહ્યું છે.

વડોદરા શહેરમાં આવેલા સયાજીબાગમાં રોજ અસખ્ય પર્યટકો મુલાકાત લે છે તેઓને આકર્ષવા માટે તાજેતરમાં સફેદ ભાગ લગાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં વિલંબ થયો છે ત્યારે જુનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી નાના બાળ સિંહ અને સિંહણ ની જોડી આગામી દિવસોમાં લાવવામાં આવનાર છે.

વડોદરા સયાજી બાગના પ્રાણી સંગ્રહાલય ખાતે નવા બનાવવામાં આવેલા પિંજરામાં આ બે થી ત્રણ વર્ષના બે બાળ સિંહને રાખવામાં આવશે.

Tags :