Get The App

કમાટીબાગના ઝૂમાં વાઘની જોડી, બે મણીપુરી હરણનું આગમન

શિયાળ, જંગલી કૂતરા, ઝરખ, રીંછ, તાડ બિલાડી અને પક્ષીઓનું પણ આગમન

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
કમાટીબાગના ઝૂમાં વાઘની જોડી, બે મણીપુરી હરણનું આગમન 1 - image

 વડોદરા,કમાટીબાગના ઝૂમાં નવા પ્રાણીઓનું આગમન થયું છે. જેનાથી ઝૂનું આકર્ષણ વધદશે.

બાલાસાહેબ ઠાકરે ગોરેવાડા આંતરરાષ્ટ્રીય ઝૂ નાગપુરથી કમાટીબાગ ઝૂને બે વાઘ (એક જોડી) પ્રાપ્ત થયા છે. જેથી સહેલાણીઓને બે નવા વાઘ જોવા મળશે.

ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજીકલ ગાર્ડન, સુરતથી ૧ માદા રીંછ, ૮ પેઇન્ટેડ સ્ટોર્ક, ૧૬ રાત પગલાં, ૬ સફેદ કાકણસાર, ૨ શિયાળ અને ૧ નર તાડ બિલાડી પ્રાપ્ત થયા છે. વડોદરા ઝૂ તરફથી સુરત ઝૂને અમુક વિદેશી પક્ષીઓ આપવામાં આવેલ છે.

સક્કરબાગ ઝૂઓલોજીકલ પાર્ક, જૂનાગઢથી બે ઝરખ, ૪ વરૃ, બે જંગલી કૂતરા, બે દીપડા, બે બાર્કિંગ ડીયર, બે રોઝી પેલિકન અને બે મણીપુરી હરણી પ્રાપ્ત થયા છે. અન્ય બે પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ હજી ટૂંક સમયમાં આવનાર છે

Tags :