Gujarat

શહેરમાં બનેલી દર્દનાક ઘટના , ચાંદખેડાની ડેરીમાંથી મ્યુનિ.ના ફુડ વિભાગે ખીરાના સેમ્પલ લીધા

By GS TEAM
6 Apr 20261 min read
શહેરમાં બનેલી દર્દનાક ઘટના , ચાંદખેડાની ડેરીમાંથી મ્યુનિ.ના ફુડ વિભાગે ખીરાના સેમ્પલ લીધા

 અમદાવાદ, સોમવાર, 6 એપ્રિલ,2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની મારુતિ પ્લાઝા નામની સોસાયટીમાં રહેતા પરિવારની એક દર્દનાક ઘટના સામે આવી છે.જેમાં ઢોંસા બનાવી ખાધા પછી એક ત્રણ મહિનાની અને એક ચાર વર્ષની માસૂમ બાળકીના મોત થયા હતા. આ ઘટના પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ઘનશ્યામ ડેરીમાંથી ખીરાના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા હતા. આ ઘટનામા પોલીસ ફરિયાદ થઈ હોવાથી એફ.એસ.એસ.દ્વારા પણ સેમ્પલ લેવામા આવ્યા છે. આ સેમ્પલ તપાસ પછી સમગ્ર ઘટનાનુ રહસ્ય ઉકેલાશે તેમ મનાઈ રહયુ છે.

ચાંદખેડાની મારૃતિ પ્લાઝા નામની સોસાયટીમા રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી  તૈયાર ખીરૃ લાવ્યા હતા. આ ખીરામાંથી ઢોંસા બનાવી ખાધા પછી બે બાળકીના મોત થયા હોવાનુ તેમજ માતા-પિતા હોસ્પિટલમા સારવાર હેઠળ હોવાની બાબત સામે આવી છે. આ અંગે કોર્પોરેશનના જવાબદાર અધિકારીના કહેવા પ્રમાણે, સમગ્ર ઘટના અંગે હાલ કંઈ કહેવુ શકય નથી.પોલીસ અને એફએસએલ તપાસ પછી જ ચોકકસ વાત બહાર આવી શકશે.