જામનગરમાં પાનનો ધંધાર્થી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે સટ્ટો રમતાં પકડાયો
Jamnagar : જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાંથી પાનના એક વેપારીને સીટી બી. ડિવિઝન પોલીસે મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે સટ્ટો રમતાં પકડી પાડ્યો છે.
જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતો અને પાનની દુકાન ચલાવતો અલ્પેશ રમેશભાઈ જોઇસર નામનો શખ્સ ગઈકાલે ત્રણબત્તી વિસ્તારમાં આવીને જાહેરમાં ઊભા રહી પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કરી લેવામાં આવ્યું છે.