Gujarat

આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા

By GS TEAM
31 Oct 20251 min read
આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા

અમદાવાદ, શુક્રવાર

લોેભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેવતને થયાર્થ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાણીપમાં રહેતા આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે રૃા.૧૩ લાખ ગુમાવ્યા હતા. જેમાં સાયબર ગઠિયાએ ટાસ્ક આપીને પ્રથમ ક્રિપ્ટોમાં રૃા. ૧૦૦૦ રોકાણ કરાવીને રૃા. ૧૪૦૦ આપ્યા હતા. ત્યારબાદ ડબલની લાલચ આપી લાખો રૃપિયા ભરાવીને સાયબર ગઠિયાએ છેતરપીંડી કરી હતી.

રાણીપના યુવકે ક્રિપ્ટોમાં રૃા. ૧૦૦૦ રોકાણ કરતા રૃા.૧૪ ૦૦ આપ્યા બાદ ડબલની લાલચે છેતરાયા

ન્યું રાણીપમાં રહેતા અને આઇટી મેનેજર તરીકે નોકરી કરતા યુવકે સાયર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટેલીગ્રામ યુઝર પ્રિયંકા અરોરા સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૯ એપ્રિલના રોજ આરોપીએ રૃપિયાની કમાણી કરવા ટાસ્ક આપવા માટે મેસેજ કર્યો હતો.

જેથી પ્રથમ આપેલો ટાસ્ક પૂરો કરતા રૃા.૩૦૦ આપ્યા હતા બાદ લિંક મોકલીને યુવકનું એકાઉન્ટ બનાવીને રૃા. ૧૦૦૦ ક્રિપ્ટોમાં રોકાણ કરાવીને તેની સામે રૃા. ૧૪૦૦ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. બીજા ટાસ્ક ગુગલ પર રેટિંગ આપવાના ટાસ્ક આપ્યા હતા. ફરીથી ક્રિપ્ટોમાં રૃા.૫૦૦૦ ભરાવીને રૃા.૬૦૦૦ હજાર હતા. ત્યારબાદ બીજા રૃપિયા ભરવાથી ફાયદો થશે તેમ કહીને જુદા જુદા એકાઉન્ટમાં કુલ રૃા.૧૩ લાખ ભરાવડાવીને  આજ દિન સુધી પરત આપ્યા જ નહી.