Get The App

છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ 1 - image

વડોદરાના છાણી નાવાયાર્ડ તેમજ આસપાસના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી કેનાલને ફેન્સીંગ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે નીલગાય ખાબકી હોવાનું બનાવ બનતા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી.

વડોદરાના છાણી, સમા, નવાયાર્ડ, અંકોડીયા જેવા વિસ્તારમાં થી પસાર થતી નર્મદા કેનાલ ખુલ્લી હોવાને કારણે છોકરાઓ ડૂબવાના, આત્મહત્યાના તેમજ પશુઓ અંદર પડી જવાના બનાવો અવારનવાર બનતા હોય છે. જેને કારણે સ્થાનિક રહીશો દ્વારા ફેન્સીંગ કરવા માટે વારંવાર માંગણી કરવામાં આવી છે. 

આજે પરોઢિયે છાણીની કેનાલમાં નીલગાય ખાબકતા લોકોએ બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા નહીં મળતા આખરે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. પોણો કલાકની જહેમત બાદ નીલ ગાયનું રેસક્યુ કરવામાં આવ્યું હતું.