Get The App

લેતી દેતીમાં માથામાં ટીફિન મારી સહ કર્મચારીની હત્યા

અસલાલી પીરાણા રોડ ઉપર ક્રોેકીટ પ્લાન્ટમાં બનેલી ઘટના

બેભાન હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
લેતી દેતીમાં માથામાં ટીફિન મારી સહ કર્મચારીની હત્યા 1 - image

અમદાવાદ, બુધવાર

અસલાલી વિસ્તારમાં પીરાણા રોડ ઉપર ક્રોકીટ પ્લાન્ટમાં રૃપિયા લેતી દેતીમાં તકરાર થઇ હતી જેમાં સહ કર્મચારીએ માથામાં ટિફીન મારતાં ગંભીર હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

બેભાન હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત ખૂનનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

શીલજ ગામમાં રહેતા અને કમોડ-પીરાણા રોડ ઉપર કોમનપ્લસ નામના ક્રોકીટ પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે અસલાલી પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના યોગેશકુમાર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ મોડી રાતે આરોપી અને ઉત્તર પ્રદેશના વતની અને સાથે નોકરી કરતા સુનિલકુમાર વચ્ચે ખર્ચના રૃપિયા લેવા બાબતે તકરાર થઇ હતી.

જેથી આરોપીએ ઉશ્કેરાઇને સુનિલના માથામાં ટિફીન મારતાં તે બેભાન થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરતાં યુવકનું મોત થયું હતું. આ ઘટના અંગે અસલાલી પોલીસે ખૂનનો ગુનો નોંધીને ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.