ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ, વડોદરા જિલ્લા ભાજપમાં નવા જ જોડાયેલા કોંગી કાર્યકરને બે હોદ્દા મળ્યા
Vadodara : વડોદરા જિલ્લા ભાજપમાં થોડા સમય પહેલા જ જોડાયેલા યુવાકોંગી કાર્યકરને કેન્દ્રની કમિટીમાં બે હોદ્દા મળતા ભાજપના અંતર્ગત વર્તુળોમાં ચકચાર વ્યાપી છે.
કરજણના કોંગી આગેવાન અને જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહામંત્રી તરીકે રહી ચૂકેલા અભિષેક ઉપાધ્યાય થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા. કરજણમાં ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાના બે જૂથમાંથી તેઓ પૂર્વ જિલ્લા પ્રમુખના જૂથના મનાય છે.
અભિષેક ઉપાધ્યાયને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(FCI) તેમજ રેલવેની ઝોનલ કમિટી (ZRUCC) માં સમાવેશ કરાતા ભાજપના અનેક કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે.