દક્ષિણ ઝોનમાં રૂ.6 કરોડના ખર્ચે ટ્રેન્ચલેશ પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઈન નખાશે
જૂની લાઈન જર્જરિત હોવાથી ડ્રેનેજની અનેક ફરિયાદો: માર્ચ ૨૦૨૯ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે
સરસ્વતી ચાર રસ્તાથી જીઆઇડીસી અલવાનાકા સુધી

મ્યુ. કોર્પોરેશને દક્ષિણ ઝોનમાં સરસ્વતી ચાર રસ્તાથી જીઆઈડીસી અલવાનાકા સુધી ટ્રેન્ચલે શ પદ્ધતિથી રૂ.૬ કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવાનું આયોજન હાથ ધર્યું છે. 
સરસ્વતી ચાર રસ્તાથી જીઆઇડીસી અલવાનાકા સુધી ૬૩૦ મીટર લંબાઈમાં મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથી ૧૦૦૦ મીમી વ્યાસની એમ.એસ. પાઈપ નાખી તેમાં ૬૦૦ મીમી વ્યાસની આર.સી.સી. પાઈપ ફિટ કરી હાલની લાઈન સાથે જોડાણ કરવામાં આવશે. આ કામગીરી માર્ચ ૨૦૨૯ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારમાં ડ્રેનેજ ચોકઅપ અને મશીનહોલ ઉભરાવાની ફરિયાદોનો કાયમી ઉકેલ આવશે. ગત વર્ષે જીઆઇડીસી અલવાનાકાથી કોતર તલાવડી જંક્શન સુધીની લાઈનનું કામ પૂર્ણ કરી વરસાદી ગટરમાં જતું સુવેઝ બંધ કરાયું હતું.

