Get The App

વડોદરા શહેરના ગોત્રીમાં રૂ.4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા શહેરના ગોત્રીમાં રૂ.4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે 1 - image

Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ટી.પી.-60, એફ.પી.-218 ખાતે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના કામે ઈજારદાર રીયા કન્સ્ટ્રક્શનનું અંદાજી રકમ રૂ.4,82,77,538થી 1.11% ઓછા મુજબના રૂ.4,77,41,657.33 (GST અલગ)ના ભાવપત્રને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શહેરમાં ગોત્રી ટી.પી.-60, એફ.પી. 128 ખાતે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના માટે તત્કાલિન મેયર દ્વારા રજુઆત આવેલ હતી. જે કામ છે અત્યારના સમયે આવતા ચૂંટણી ટાણે ક્રિકેટ પ્રેમીઓને ખુશ કરવા માટેનો આ એક નુસખો હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે. પ્લોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ ડેવલોપ કરવાનું, પેવેલીયનમાં પ્લેયર્સને બેસવા માટેની સુવિધા, 6 પ્રેક્ટિસ પીચ, 3 ટેનિસ પીચ, 2 સિઝન પીચ, કમ્પાઉન્ડ વોલ, ગ્રાઉન્ડમાંથી પાણી કાઢવા માટે ડ્રેનની સુવિધા, ચેન્જીંગ રૂમ, જેન્ટસ તથા લેડીઝ માટે અલાયદા ટોયલેટ, વેઇટીંગ એરીયા, ગ્રાઉન્ડની ચારબાજુ કંપાઉન્ડ વોલ તથા વરસાદી પાણીના નિકાલ માટે ચેનલની સુવિધાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. ગોત્રી ટી.પી.-60, એફ.પી. 128 ખાતે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી માટે સને 2024-25ના SOR મુજબ રૂ.6,03,46,922 (7% સહ/GST અલગથી) અંદાજ બનાવેલ. કામનો સમાવેશ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની સને 2022-23ની ગ્રાન્ટ પેટે કરવામાં આવેલ છે.

 કામે સિવિલ કામનાં નેટ અંદાજી રકમ રૂ.4,82,77,538 માટે ભાવપત્રો મંગાવતા ચાર ઇજારદારના ભાવપત્ર આવ્યા હતા. સૌથી ઓછા ભાવ ભરનાર ઇજારદાર રીયા કન્સ્ટ્રક્શનનું ભાવપત્ર અંદાજીત રકમ રૂ.4,82,77,538થી 1.11% ઓછા મુજબ રૂ.4,77,41,657 (GST સિવાય) આવેલ છે. જેને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.