લાલપુરના જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર-ભોજાઇ દ્વારા ચલાવવામાં આવતું નશીલા પદાર્થ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : Social media
Jamnagar Ganja Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઈ દ્વારા ચલાવવામાં આવતું નશીલા પદાર્થ ગાંજાના વેચાણનું નેટવર્ક મેઘપર પોલીસે પકડી પાડ્યું છે, અને એક કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરી લઈ તેનું વેચાણ કરી રહેલા એક પર પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો છે, ત્યારે તેની ભાભી તથા ગાંજાના જથ્થાના સપ્લાયર સહિત બે શખ્સોને ફરાર જાહેર કરાયા છે.
આ દરોડાની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢનો વતની અને હાલ લાલપુર નજીક જોગવડ ગામની સીમ વિસ્તારમાં એક ભાડાના મકાન આ રહેતો પ્રેમચંદ બ્રિજનાથ ચૌહાણ નામનો શખ્સ ખાનગીમાં નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે મેંઘપર પડાણાના પી.આઈ. પી.ટી.જયસવાલ અને તેમની ટિમે દરોડો હતો. જે દરોડા દરમિયાન પ્રેમચંદ બ્રિજરાજ ચૌહાણ પોતાનાં ભાડાના મકાનમાં 1 કિલો અને 150 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મળી આવ્યો હતો.
જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તેના કબજામાંથી રૂપિયા 11,050 ની કિંમતનો જથ્થો મોબાઈલ ફોન તેમજ રૂપિયા 4920 ની રોકડ રકમ અને પ્લાસ્ટિકના પાઉચ વગેરે સહિત રૂપિયા 16,470 ની માલમતા કબજે કરી લઇ તેની અટકાયત કરી હતી.
આ ઉપરાંત તેની સાથે ગાંજાના વેચાણમાં સંડોવાયેલી તેની ભાભી સુનીતાબેન વિદ્યાચલ યાદવ ઉપરાંત ગાંજાના જથ્થાના સપ્લાયર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મેઘપરમાં રહેતા જગદીપસિંગ ઉર્ફે જગ્ગીને ફરાર જાહેર કર્યો છે, અને પોલીસ દ્વારા તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.









