Get The App

જન્મ-મરણના બનાવટી દાખલા ઓનલાઈન બનાવવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

નજીવી ફી લઈને બોગસ સર્ટિફિકેટ પકડાવતા હતા : સુરત ક્રાઈમ બ્રાન્ચના ઈકો સેલે બિહારથી મુખ્ય સૂત્રધાર સીન્ટુ યાદવને ઝડપી લીધો

બિહારનો સીન્ટુ યાદવ ફાસ્ટપોર્ટલ.ઓનલાઈન સહિત ચાર વેબસાઈટ મારફત મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતના નામના દાખલા બનાવતો હતો

Updated: Jan 23rd, 2024

GS TEAM


Google News
Google News
જન્મ-મરણના બનાવટી દાખલા ઓનલાઈન બનાવવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ 1 - image


- નજીવી ફી લઈને બોગસ સર્ટિફિકેટ પકડાવતા હતા : સુરત ક્રાઈમ બ્રાન્ચના ઈકો સેલે બિહારથી મુખ્ય સૂત્રધાર સીન્ટુ યાદવને ઝડપી લીધો


- બિહારનો સીન્ટુ યાદવ ફાસ્ટપોર્ટલ.ઓનલાઈન સહિત ચાર વેબસાઈટ મારફત મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતના નામના દાખલા બનાવતો હતો


સુરત, : નજીવી ફી લઈ આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો બનાવી આપતી વેબસાઈટનો પર્દાફાશ કરનાર સુરત પોલીસના ઈકો સેલે હવે નજીવી ફી લઈ જન્મ-મરણના બનાવટી દાખલા ઓનલાઈન બનાવી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી બિહારથી મુખ્ય સૂત્રધાર સીન્ટુ યાદવને ઝડપી લીધો છે.સીન્ટુ યાદવ ફાસ્ટપોર્ટલ ઓનલાઈન સહિત ચાર વેબસાઈટ મારફતે મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતના નામના બનાવટી દાખલા બનાવી આપતો હતો.ઈકો સેલની ટીમ તેના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી સુરત આવવા નીકળી છે.

ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એસીપી વી.કે.પરમારને બાતમી મળી હતી કે ફાસ્ટપોર્ટલ.ઓનલાઈન વેબસાઈટ ઉપરથી દેશના અલગ અલગ રાજ્યોની મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતના નામના બનાવટી જન્મ-મરણના દાખલા નજીવી ફી લઈ બનાવી આપવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ચાલે છે.તે સમયગાળામાં જ સુરત મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન-એ માં નોંધાયેલા જન્મના દાખલામાં ઈસ્યુકર્તા તરીકે જન્મ પ્રમાણપત્ર રજીસ્ટ્રાર લખવામાં આવ્યું હતું.હકીકતમાં જન્મ મરણ નોંધણી એકમ દ્વારા સબ રજીસ્ટ્રારની સહીથી રાજ્ય સરકારની ઈ-ઓળખ એપ્લીકેશનમાંથી જન્મ-મરણ અંગેના પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવે છે.ઉપરાંત, જન્મ પ્રમાણપત્રનો ક્યુઆર કોડ સ્કેન કર્યો ત્યારે જે વેબસાઈટ ઓપન થઈ તે મહાનગરપાલિકા કે રાજ્ય સરકારની ઈ-ઓળખ એપ્લીકેશન નહોતી.

દેખીતી રીતે બનાવટી લાગતું જન્મ પ્રમાણપત્ર ક્યાંથી ઈસ્યુ થયું છે તે જાણવા સાયબર એક્ષ્પર્ટ ઉર્વિનભાઈ મિસ્ત્રીની મદદ મેળવી વેબસાઈટ અંગે તપાસ કરી ફાસ્ટપોર્ટલ.ઓનલાઈનના કોડનું એનાલીસીસ કરતા બીજી વેબસાઈટ ફાસ્ટપોર્ટલ.કોમ.ઈન મળી હતી.તેમાં પણ ખોટા અને બનાવટી જન્મ પ્રમાણપત્ર બનતા હતા.ઉપરાંત, ફાસ્ટપોર્ટલ.ઓનલાઈનમાંથી બનતા પ્રમાણપત્રો વેરીફાય કરવા અને પ્રમાણપત્રોના ક્યુઆર કોડ સ્કેન કરતા એક જ વેબસાઈટ ખુલતી હતી.ફાસ્ટપોર્ટલ.ઓનલાઈનના હોસ્ટીંગની વિગતો મેળવી આઈપી એડ્રેસ અંગે તપાસ કરી તો નેમ સર્વર સીન્ટુહોસ્ટ.ઈન પર લઈ જતા હતા.બીજી વેબસાઈટ ફાસ્ટપોર્ટલ.કોમ.ઈનનું આઈપી એડ્રેસ પણ નેમ સર્વર સીન્ટુહોસ્ટ.ઈન પર લઈ જતું હતું.જે વેબસાઈટ જન્મ-મરણના દાખલા બનાવતી હતી તેનું આઈપી એડ્રેસ પણ નેમ સર્વર સીન્ટુહોસ્ટ.ઈન પર લઈ જતું હતું.

જન્મ-મરણના બનાવટી દાખલા ઓનલાઈન બનાવવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ 2 - image

આથી ઈકો સેલે સીન્ટુહોસ્ટ.ઈન કોના નામે રજીસ્ટર થયું છે તેની વિગતો મેળવી બિહારના સોહજનાના વતની સીન્ટુ સુરેશ યાદવ વિરુદ્ધ મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ ના જન્મ-મરણ નોંધણી એકમમાં સ્ટેટીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અમિતકુમાર રાખોલીયાની ફરિયાદ નોંધી એક ટીમ બિહાર રવાના કરી હતી અને ત્યાંથી સીન્ટુ યાદવને ઝડપી પાડી તેના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી સુરત આવવા નીકળી છે.ઉલ્લેખનીય છે કે બનાવતી જમણ-મરણના દાખલાનો દૂરઉપયોગ સરકારી યોજનાઓ માટે અગત્યના ઓળખના પુરાવા તરીકે, મિલ્કતની વારસાઇ હક્કો માટે, કાયદેસરના ઓળખપત્રો જેવા કે પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાનકાર્ડ વિગેરેમાં પુરાવા તરીકે થઇ શકે છે.વધુ તપાસ ઈકો સેલના પીઆઈ એ.એચ.રાજપુત કરી રહ્યા છે.

Tags :