Get The App

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગઈ રાત્રે એક ચાલુ કારમાં આગ લાગતાં દોડધામ: સદભાગ્યે જાનહાની નહીં: ફાયર તંત્ર દોડતું થયું

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગઈ રાત્રે એક ચાલુ કારમાં આગ લાગતાં દોડધામ: સદભાગ્યે જાનહાની નહીં: ફાયર તંત્ર દોડતું થયું 1 - image

જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર ગત મોડી રાત્રી ના એક સ્વીફટ કારમાં અચાનક આગ ભભુકી ઉઠતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી અને ફાયરે આગ બુજાવી હતી.

આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. જ્યારે આ ઘટનાની જાણ ફાયરને કરાતાં ફાયર ફાઇટરોની ટીમે દોડી જઇ પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવ્યો હતો. 

આ બનાવના પગલે સિટી-સી ડિવિઝનના પોલીસ સ્ટાફે દોડી જઈ ટ્રાફિક કલીયર કરાવ્યો હતો.જો કે સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ કારમાં નુકશાની થઈ હતી.