Get The App

કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું આધુનિક મ્યુઝિયમ બનશે

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું આધુનિક મ્યુઝિયમ બનશે 1 - image


- આણંદ મનપાની સંકલન સમિતિની પ્રથમ બેઠક મળી

- નવા કન્વેન્શન સેન્ટર, ટાઉનહોલ, ઓક્સિજન પાર્ક, સ્વિમિંગપૂલ બનાવવા સહિતના 14 સૂચનો

આણંદ : આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરે કચ્છ અને વડનગર જેવું કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું મ્યુઝિયમ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. 

આણંદ મહાનગરપાલિકાના સભાખંડમાં મળેલી બેઠકમાં સંકલન સમિતિના અધિકારીઓને મનપાના કમિશનર મિલિંદ બાપનાએ પરસ્પરનાં સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા તાકીદ કરી હતી.

આણંદના ગણેશ ચોકડી ઉપર બની રહેલા બ્રિજ અને સર્વિસ રોડ ઉપરથી એમજીવીસીએલના ડીપીને ખસેડવા, નડતરરૂપ ઝાડને દૂર કરવા અંગેની કામગીરી ત્વરિત કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. 

મનપાના કમિશનરે કચ્છ અને વડનગર જેવું કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમજ ફાયરની સત્તા આણંદ મનપાને મળે તે અંગેની કાર્યવાહી કરાઈ છે તેમ પણ જણાવ્યું હતું. મનપા વિસ્તારમાં નજરે પડતા દબાણો તાત્કાલિક દૂર કરવા પણ કહ્યું હતું. 

બેઠકમાં એપીસી સર્કલ ઉપર નવો ઓવરબ્રિજ, વૃંદાવન ગ્રાઉન્ડ ઉપર આધુનિક કન્વેન્શન સેન્ટર, નવો આધુનિક ટાઉનહોલ, આણંદ શહેરની મધ્યમાં અંગ્રેજી માધ્યમની શાળા, અટલ ચોક દાંડી માર્ગ ઉપર નવો ઓવર બ્રિજ, બોરસદ ચોકડી પાસે નવો ઓક્સિજન પાર્ક, આણંદ શહેરમાં ટીપી ૧૦માં સ્વિમિંગ પૂલ સહિતના ૧૪ જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

Tags :