Gujarat

રૃા. ૧.૫૩ લાખની સોનાની ચેઇન લઇ ટ્રાન્સફરનો ખોટો ટેક્ષ મેસેજ કરી નાસી ગયો

By GS TEAM
7 Jul 20252 mins read
રૃા. ૧.૫૩ લાખની સોનાની ચેઇન લઇ ટ્રાન્સફરનો ખોટો ટેક્ષ મેસેજ કરી નાસી ગયો

અમદાવાદ,સોમવાર

દરિયાપુરમાં જ્વેલર્સ વેપારીને ત્યાં ગ્રાહકના સ્વાગમાં યુવક આવ્યો અને સોનાની દોઢ તોલાની ચેઇન લઇને રૃપિયા ટ્રાન્સફરના ખોટા ટેક્ષ મેસેજ મોકલ્યા હતા અને રૃા. ૧.૫૩ લાખની સોનાની ચેઇન લઇને ફરાર થઇ ગયો હતો. સોનીએ બેન્ક એકાઉન્ટ ચેક કરતા રૃપિયા જમા થયા ન હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોંધી મોબાઇલ નંબર અને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દરિયાપુરમાં સોનીએ બેન્કમાં એકાઉન્ટ  ચેક કરતા ભાંડો ફૂટયો ઃ ફોન કરતાં કાલે બપોરે પેમેન્ટ આવી જશે કહી મોબાઇલ ઉપાડયો જ નહી

શાહીબાગમાં રહેતા અને દિલ્હી દરવાજાથી દરિયાપુર જવાના રોડ ઉપર સોના-ચાંદીની દુકાન ભાડે ધરાવી ધંધો કરતા આધેડે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૫ના રોજ તેમનો ભત્રીજો દુકાને હાજર હતા. ત્યારે અજાણ્યો શખ્સ આવ્યો હતો અને મારા દીકરાનો જન્મદીન છે જેથી સોનાની ચેઇન જોઇએ છે. જેથી યુવકે દોઢ તોલાની રૃા. ૧.૫૩ લાખની સોનાની ચેઇન બતાવતાં પસંદ આવી ગઇ હતી. 

આરોપીએ રકમ ઓનલાઇન ચુકવાની વાત કરી હતી. જેથી વેપારીએ ફોન પે કરવાનું કહ્યું હતું જો કે, સામેવાળા શખ્શે ફોન પેમાં લીમીટ પુરી થઇ ગઇ હોવાનું જણાવી બેંકમાં પૈસા ટ્રાન્ફર કરવા કહ્યું હતું. જેથી યુવકે બેંકની ડિટેઇલ આપતા પ્રથમ રૃા. ૯૮ હજાર રૃપિયા ક્રેડિટ આવ્યા નો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ બીજા રૃા. ૫૫ હજાર રૃપિયા પણ જમા થઇ ગયાનો મેસેજ આવતા સોનાની ચેઇન આપી દીધી હતી. જો કે બેંકમાં તપાસ કરતા કોઇ પૈસા ક્રેડિટ થયા હોવાની ખબર પડી હતી.