ટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત
નરોડામાં હિટ એન્ડ રનના વધુ એક બનાવ યુવકે જાન ગુમાવ્યો
ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો
અમદાવાદ, શનિવાર
નરોડામાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે, નરોડા પાટિયા પાસે ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા યુવકનું ટ્રકના ટાયર નીચે કચડતાં મોત થયું હતું. ડેકોરેશનના કામ માટે યુવક ચિલોડાથી આવી રહ્યો હતો, મોડી રાત સુધી ઘરે ના આવતાં પત્નીએ ફોેન કર્યા ત્યારે અકસ્માતની જાણ થઇ હતી. આ અંગે બનાવ ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડેકોરેશનના કામ માટે ચિલોડા ગયો હતો ઃ મોડી રાત સુધી પરત ન આવતાં પત્નીએ ફોેન કરતા અકસ્માતની જાણ થઇ ઃ ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો
નિકોલમાં ઠક્કરનગરમાં રહેતા યુવક ગઇકાલે સાંજના સમયે નાના ચિલોડા ડેકોરેશનનું કામ જોવા એક્ટિવા લઇને ગયા હતા ત્યારબાદ ત્યાંથી પરત આવી રહ્યા હતા અને નરોડા પાટિયા એસટી વર્કશોપ પાસે પહોચ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલ ટ્રકના ડ્રાઇવરે એક્ટિવાને ટક્કર મારતા યુવક રોડ ઉપર પટકાતા ટ્રકનું ટાયર તેમના શરીર ઉપર ફરી વળતા તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો.
બીજીતરફ મોડી રાત સુધી ઘરે ના આવતાં પત્નીએ ફોેન કર્યા ત્યારે અકસ્માતની જાણ થઇ હતી. આ અંગે ઘટના ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નાંેધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.