Gujarat

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો

By GS TEAM
18 Feb 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ગઈકાલે મોડીરાત્રે કપૂરાઈ પોલીસ ટીમે બાતમીના આધારે કપુરાઈ ચોકડી પાસેથી કવાંટથી ભાવનગર દારૂનો જથ્થો પહોંચાડવા જતા 17 વર્ષના સગીરને ઝડપી પાડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો

Vadodara Police : વડોદરા શહેરમાં ગઈકાલે મોડીરાત્રે કપૂરાઈ પોલીસ ટીમે બાતમીના આધારે કપુરાઈ ચોકડી પાસેથી કવાંટથી ભાવનગર દારૂનો જથ્થો પહોંચાડવા જતા 17 વર્ષના સગીરને ઝડપી પાડ્યો હતો. 

તપાસ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાના કોસ્ટા ગામે રહેતા સગીરને રોકી તપાસ કરતાં તેની પાસે રહેલા ચાર પ્લાસ્ટિકના થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન સગીરે કબૂલ્યું હતું કે, તે કવાંટથી ખાનગી વાહનમાં દારૂ લાવી ભાવનગર બસ ડેપો ખાતે કપિલ નામના શખ્સને સોંપવાનો હતો.

પોલીસે રૂ.57,120ની કિંમતના 336 નંગ ક્વાર્ટરિયા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.60,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સગીરને કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી વાલી સાથે હાજર રહેવાની શરતે મુક્ત કરવામાં આવ્યો છે.

દારૂનો જથ્થો મંગાવનાર કપિલ નામના શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે બંને વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.