યુવાનવયે સગીરાનું અપહરણ કર્યું, આધેડવયે પકડાયો, સગીરા અને આરોપી પાંચ સંતાનના માતા-પિતા થયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા પોલીસે સગીરાના અપહરણના કેસમાં એક આરોપીને પકડ્યો ત્યારે બંને જણા પતિ પત્ની થયા હતા અને આરોપી આધેડ વયનો થઈ ગયો હતો.
જવાહર નગર વિસ્તારમાં વર્ષ 2002માં સગીર વયની કિશોરીનું અપહરણ કરનાર જીતેન્દ્ર કિશોરી લાલ સામે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ કરી હતી. જે કેસની તપાસમાં બંને જણાનો કોઈ પત્તો મળતો ન હતો. પોલીસ વારંવાર રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં તપાસ માટે ગઈ હતી.
દરમિયાનમાં આ બનાવના 23 વર્ષ બાદ પોલીસને આરોપી વિશે માહિતી મળતા હરિયાણાના એક ગામમાં તપાસ કરી હતી. ત્યારબાદ આરોપી જીતેન્દ્ર રાજસ્થાન ખાતે આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.
જોકે પોલીસે આરોપી પકડ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. જે સગીરાનુ અપહરણ કર્યું હતું તે આરોપીની પત્ની બની હતી. બંને જણાએ લગ્ન કર્યા બાદ સુખેથી રહેતા હતા અને પાંચ સંતાનના માતા-પિતા પણ બની ગયા હતા. જેથી પોલીસે રેકોર્ડ પરનો અનડિટેક્ટ ગુનો ઉકેલી કાઢ્યો છે અને હવે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરશે.









