આદિપુરની સગીરા સાથે ગાંધીધામના નરાધમે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો
10 હજાર રૂપિયા પડાવી વધુ 75 હજારની માંગણી કરી, સગીરાનાં અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા
મૂળ બેચરાજી હાલે આદિપુર વિસ્તારમાં રહેતી સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની ૧૭ વર્ષીય દિકરીને ગાંધીધામનાં જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતા મોહંમદ હનીફ અબ્દુલ રાયમાએ પોતાના પ્રેમજાળમાં ફસાવી અને તેના અશ્લીલ ફોટા પોતાના મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. જે બાદ આરોપી અવાર નવાર તે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીની દિકરી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ભોગ બનનારને ધક બુસટનો માર મારી તેના પાસે થી રોકડા ૧૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ ન કરવા પેટે આરોપી મોહમદ હનીફે ફરિયાદી પાસે ૭૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપો તો તમારી દિકરીનાં અંગત ફોટા તમારા જમાઈને મોકલી તેની સગાઇ તોડાવી નાખીસ કહી ધમકીઓ આપી હતી. જેમાં ફરિયાદીએ આરોપીને અમારી પાસે એટલા બધા રૂપિયા નથી એવુ કેહતા આરોપીએ ફરિયાદીની દિકરીનાં ફોટા ફરિયાદીનાં જમાઈને મોકલી અને પોતાની ફેસબુક આઈડી પર પોસ્ટ કરી દીધા હતા અને ફરિયાદીની દિકરીનું બળજબરી પૂર્વક અપહરણ કરી આરોપી પોતાના ઘરે અને અન્ય જગ્યા પર લઇ જઈ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પોક્સો સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.