Gujarat

કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત

By GS TEAM
27 Nov 20251 min read
કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત

લખતરના ઢાંકીથી વલ્લભીપુર જતી

પાણશીણા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સગીરનો મૃતદેહ બહાર કાઢયો

સુરેન્દ્રનગર -  લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામ પાસેથી ઢાંકીથી વલ્લભીપુર જતી નર્મદા કેનાલમાં લક્ષ્મીસર ગામનો સગીરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લક્ષ્મીસર ગામ પાસેથી પસાર થતી લખતરના ઢાંકીથી વલ્લભીપુર જતી નર્મદા કેનાલમાં લક્ષ્મીસર ગામના ૧૬ વર્ષીય યુવક દિલીપભાઈ ભોલાભાઇ નાયક ડૂબી જતાં મોત નીપજ્યું હતું. યુવક ડૂબ્યો હોવાની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. પાણશીણા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢયો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અગમ્ય કારણોસર બનેલા બનાવને પગલે મૃતક યુવકના પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.