ગામની નદીમાં મિત્રો સાથે નહાવા ગયેલા 13 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત, અમરેલીના શેડુભાર ગામની ઘટના
Amreli News : રાજ્યમાં તળાવ-નદીમાં નહાવા જતાં ડૂબી જવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમરેલીના શેડુભાર ગામે નદીમાં નહાવા ગયેલા 13 વર્ષીય સગીરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
13 વર્ષીય સગીરનું નદીમાં ડૂબી જતાં મોત
મળતી માહિતી મુજબ, અમરેલીના શેડુભાર ગામના ચાર મિત્ર આજે મંગળવારે (16 સપ્ટેમ્બર) બપોરના સમયે ઠેબી નદીમાં નહાવા ગયા હતા. જેમાં નદીના ઊંડા પાણીમાં અભય વિનોદભાઈ ચાવ ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. ડૂબી ગયેલા સગીરની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો: નવરાત્રિના પહેલા નોરતે વરસાદનું વિઘ્ન, ગુજરાતમાં 6 દિવસની હવામાન વિભાગની આગાહી
સમગ્ર ઘટનામાં ધોરણ 8માં અભ્યાસ કરતાં અભયનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.