Get The App

વડોદરાના જુના પાદરા રોડ પર રિવોલ્વરની ડિલિવરી આપવા આવેલો પરપ્રાંતીય કેરિયર ઝડપાયો

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના જુના પાદરા રોડ પર રિવોલ્વરની ડિલિવરી આપવા આવેલો પરપ્રાંતીય કેરિયર ઝડપાયો 1 - image


Vadodara Crime : વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં રિવોલ્વરની ડિલિવરી આપવા માટે આવેલા કેરિયરને પોલીસે ઝડપી પાડી રિવોલ્વર ખરીદનારની તપાસ હાથ ધરી છે. 

બેન્કર્સ હોસ્પિટલ નજીક એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એમ.પીથી એક યુવક રિવોલ્વર વેચવા માટે આવ્યો હોવાની અને હોસ્પિટલ નજીક કોઈને મળવાનો છે તેવી માહિતી મળતા પોલીસે વોચ રાખી હતી. 

જે દરમિયાન એક શકમંદ યુવક પાસેથી અરુણ રૂ.50 હજારની કિંમતની રિવોલ્વર મળી આવી હતી. પૂછપરછ દરમ્યાન તેનું નામ સુનિલ નબાભાઈ બામણીયા (પડીયાલ, ધાર, એમ.પી) હોવાનું ખૂલ્યું હતું. સુનિલે આ રિવોલ્વર તેના દાદાની હોવાની કબુલાત કરી હતી અને મોરી નામનો શખ્સ રિવોલ્વરની ડિલિવરી લેવા આવનાર હોવાની વિગતો કબૂલી હતી. જેથી પોલીસે મોરી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

Tags :