જામનગરમાં સમર્પણ રેલવે ફાટક નજીક રેલવેના પાટા ઓળંગી રહેલા આધેડ ટ્રેન હેઠળ કપાયા : કરુણ મૃત્યુ
Jamnagar : જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા મહેશભાઈ ખેમચંદભાઈ નામના પ્રૌઢ કે જેઓ ગઈકાલે સાંજે 7.45 વાગ્યાના અરસામાં સમર્પણ સર્કલ નજીક રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન એકાએક દેહરાદુન એક્સપ્રેસ ટ્રેન આવી જતાં ટ્રેનના એન્જિન હેઠળ કપાયા હતા, અને ગંભીર ઈજા થવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નિપજ્યું હતું.
મૃતકના પુત્ર સંજયભાઈ મહેશભાઈ દેવીપુજકે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના એ.એસ.આઇ વી.એમ.ચાવડા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને રેલવે ટ્રેક પાસેથી મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.