ગાંધીનગરના હરીપુરા ગામે ગાંજાનું વેચાણ કરતાં આધેડને ઝડપી લેવાયો

ગામડાઓમાં દેશી નશાનો ધમધમતો કારોબાર
એસઓજી દ્વારા ૯.૪૧૩ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો આરોપી અંબાજી પાસેના કોટડા ગામેથી ગાંજોે લાવ્યો હતો
ગાંધીનગર : ગાંધીનગરના હરીપુરા, બોરીયા વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં જ રહેતો આધેડ દેશી નશાનો કારોબાર કરતો હોવાની માહિતી મળવાના પગલે એસઓજી પોલીસે રેડ કરીને ઘરમાંથી ૯.૪૧૩ કિલોગ્રામ ગાંજો જપ્ત કરીને ગુનો દાખલ કરાવવાની સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ અંબાજી પાસેના કોટડા ગામના રહિસ પાસેથી ગાંજોખરીદ્યાની કબુલાત આપી હતી.
ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામ પાસે હરીપુરા બોરીયા
પ્રાથમિક શાળા પાસે રહેતો ૫૯ વષય મોહનજી મંગાજી મકવાણા તેના ઘરમાં ગાંજાનો જથ્થો
રાખીને વેપાર કરતો હોવાની માહિતી સ્પેશ્યલ ઓપરેશન ગ્પ પોલીસને મળી હતી. જેના પગલે
એફએસએલના નિષ્ણાત અધિકારી અને પંચોને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવી
હતી. એસઓજીના ઇન્સપેક્ટર વી. ડી. વાળાના જણાવવા પ્રમાણે શરૃઆતમાં તો આરોપીએ
આનાકાની કરી હતી અને ઝડતી લેવાની પણ ના પાડી હતી. બાદમાં તેને કાયદાની સમજ આપવામાં
આવ્યા પછી તેણે તપાસમાં સહકાર આપ્યો હતો. પોલીસ દ્વારા તેના ઘરમાંથી ૯.૪૧૩
કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આઉપરાંત આરોપી પાસેથી રૃપિયા ૧૨૦૦ રોકડા
અને રૃપિયા ૫ હજારની કિંમતનો મોૌબાઇલ ફોન સહિત રૃપિયા ૧ લાખ ઉપરાંત કિંમતનો
મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને
તેની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીના કોન્સટેબલ રાજેન્દ્રસિંહ વિનોદસિંહ દ્વારા
સરકાર પક્ષેથી ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. આરોપીએ પુછપરછમાં
તે અંબાજી પાસેના કોટડા ગામના વાઘુ નામના૩ શખ્સ પાસેથી ગાંજો લાવતો હોવાનું જણાવતા
તેની સામે પણ ગુનો દાખલ કરાયો હતો.








