જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુરમાં આંબેડકર ચોક વિસ્તારમાં રહેતા અશોકભાઈ રામજીભાઈ વાઢેર નામના 52 વર્ષના આધેડનું સત્તાપર ગામ પાસે આવેલી નદીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. તેઓ ગઈકાલે નદીમાં નાહવા માટે ગયા હતા, જે દરમિયાન પાણીમાં એકાએક ગરકાવ થઈ ગયા હતા, અને ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર જયદીપભાઇ અશોકભાઈ વાઢેરે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.