વડોદરા: લાઈટબીલ આપવા ગયેલા મીટર રીડર પર લાકડાના દંડાથી હુમલો
- ફરીથી ગામમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી
વડોદરા, તા. 2 ઓક્ટોબર 2022 રવિવાર
સાવલી તાલુકાના મોક્સિ પ્રાધો ગામમાં મંજુસર સબ ડીવીઝનમાં ફરજ બજાવતા મીટર રીડર યોગેશ નગીનભાઈ પચાલ લાઈટબીલ બનાવવા ગયા હતા. ગામમાં રહેતા મહેશ ઘનશ્યામભાઈ પરમારના ઘરનું અને ટ્યુબવેલનું અલગ બિલ બનાવી મહેશભાઈને આપતા તેમને મીટર રીડરનું નામ, સરનામું અને મોબાઇલ નંબર બિલ પર લખવાનું કહેતા મીટર રીડરે ના પાડી હતી અને મંજુસર સબ ડીવીઝન કચેરીનો નંબર આપતા મહેશ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
અપશબ્દો બોલવાનું ના કહેતા મહેશ લાકડાનો દંડો લઈ આવ્યો હતો અને મીટર રીડરનાં માથામાં તેમજ શરીર પર ફટકાર્યો હતો. મીટર રીડરે બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ ગયા હતા અને મહેશને પકડ્યો હતો. બાદમાં મીટર રીડર પરત ફરતો હતો ત્યારે મહેશે ધમકી આપી હતી કે હવે આ ગામમાં પરત ફર્યો તો જાનથી મારી નાખીશ.