વડોદરાના ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસેની કેનાલમાં માનસિક રીતે અસ્થિર 61 વર્ષના વૃદ્ધ ખાબકયા
Vadodara : વડોદરા ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસેથી પસાર થતી કેનાલમાં આજે સવારે 61 વર્ષથી માનસિક રીતે અસ્થિર વૃદ્ધ પડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક દોડી જઈને આ વૃધ્ધને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિવિધ કેનાલોમાં ઘણા ડૂબી જતા હોવાના કિસ્સાઓ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. દરમિયાન 26 એપ્રિલના રોજ વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસેથી પસાર થતી એક કેનાલમાં માનસિક રીતે અસ્થિર 61 વર્ષના વૃદ્ધ પડી ગયા હતા. જેથી એક મહિલા દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ પ્રિયા ટોકીઝ પાસેની કેનાલમાં પડી ગયા છે. જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કેનાલના પાણીમાં પડેલા વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. જેથી માસિક રીતે અસ્થિર વૃદ્ધ પાણી પી ગયા હોય તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.