Gujarat
રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો
By GS TEAM
27 Mar 20261 min read
વડોદરામા રણોલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગતા ભારે ગભરાટ ફેલાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરામા રણોલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગતા ભારે ગભરાટ ફેલાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામા રણોલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગતા ભારે ગભરાટ ફેલાયો હતો.
રણોલીની કોમ્પ્રેસરના પાર્ટ્સ બનાવતી બર્કહાટૅ કોન્પ્રેસન કંપનીમાં કઈ રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ઝડપભેર આગ પ્રસરી હતી. આગનું તાંડવ જોતા સ્થાનિક ફાયરની સાથે વડોદરાની મદદ લેવામાં આવી હતી.
બનાવને પગલે આસપાસની કંપનીઓમાંથી ગભરાઈને લોકો બહાર આવી ગયા હતા. જ્યારે જવાહરનગર પોલીસ પણ દોડી આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ નુકસાન જાણી શકાયું ન હતું. વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતા ત્રણ કલાકે આગ કાબુમાં આવી હતી.